Apollo Lifeline

International : +91-7698815038

Get Relief from Arthritis Pain Naturally – Apollo Hospital at Ahmedabad

આર્થરાઈટીસ સાંધાના દુઃખાવા કે રોગને વર્ણવતો સાદો શબ્દ જણાય  છે પણ તે અનેક રોગોના કારણે ઉદ્ભ​વતુ એક જટીલ લક્ષણ છે.

 

અમારી જાણમાં 100થી વધુ પ્રકારના આર્થરાઈટીસ છે. ભારતમાં અમારી સમક્ષ એક કરોડ નવા કેસો દર વર્ષે આવે છે, જેમાં તમામ વયના અને સ્ત્રી પુરૂષ બંને પ્રકારના દર્દીઓ હોય છે અને તે વિશ્વભરમાં વિકલાંગતા માટેનું સૌથી અગ્રિમ કારણ બને છે.

જ્યારે સાંધામાં દુઃખાવો, સોજો  કે અક્ક્ડ થતી જણાય  કે હલનચલનમાં ઘટાડો થાય ત્યારે આર્થરાઈટીસનું નિદાન સરળતાથી અમે કરી શકીએ છીએ.

દર્દીને રોગના પ્રારંભિક તબક્કામાં માત્ર પીડા કે હલનચલનમાં ઘટાડો જેવી તકલીફ થઈ શકે છે પણ જેમ રોગ આગળ વધે તેમ પીડા, સોજો વધતા જાય છે, દર્દીનું હલનચલન મર્યાદિત થાય છે અને આગળના તબક્કામાં દર્દી વિકલાંગતા કે અંગો વિકૃત થવા જેવી સમસ્યાનો પીડા સાથે ભોગ બને છે.

આમ આર્થરાઈટીસ નીચે મુજબના તબક્કામાં પણ હોઈ શકે છેઃ

પ્રારંભિક, ઈન્ટરમિડીયેટ કે એડ​વાન્સ્ડ 

આર્થરાઈટીસ હાથ કે પગના નાના સાંધાઓને અસર કરે જ છે પણ તે મોટા સાંધા જેમકે થાપા, ગોઠણ, ખભા, કોણી, કાંડા કે ઘૂંટીના સાંધાને પણ અસર કરી શકે છે.

આર્થરાઈટીસના કેટલાક પ્રકાર એવા પણ છે કે જે કરોડરજ્જુના સાંધાને પણ અસર કરી શકે છે.

આર્થરાઈટીસને મોટાભાગે નીચે પ્રમાણે શ્રેણીબદ્ધ કરી શકાયઃ


 

A ) ડિજનરેટિવ/વધતી વય- જેને ઓસ્ટીઓઆરથ્રોસીસ પણ કહેવાય છે   

B)  ઈન્ફ્લેમેટરી- સોજો આવે

C)  ચેપના લીધે થતો આર્થરાઈટીસ-ઈનફેક્શ્યસ

D)  મેટાબોલિક

E) અન્ય

 

       1. ડિજનરેટિવ/એજિંગ આર્થરાઈટીસ(વધતી વયના લીધે થતો આર્થરાઈટીસ)

આ સૌથી સામાન્ય એવો અને જીવનની વિવિધ પ્રવૃતિઓ દરમિયાન હાનિ થવાના લીધે થતો આર્થરાઈટીસ છે, જેમાં કેટલાક પરિબળો કારણભૂત હોય છે જેમકેઃ વારસાગત, શરીરનું વજન/BMI સંબંધિત, આદતો સંબંધિત, કસરત  નો અભાવ, અગાઉની ઈજાઓ.

એનો અર્થ એ છે કે જો તમારા માતાપિતાને આર્થરાઈટીસ હોય તો તમને પણ અન્યો કરતાં થોડું વધુ જોખમ રહે છે. જો તમારૂં BMI વધારે છે, તો તેના કારણે વજન સહન કરતા સાંધાઓ પર વધુ દબાણ આવી શકે છે અને આર્થરાઈટીસ થવાની શક્યતા વધે છે.

 • જમીન પર બેસવાની ખોટી આદત, પલાંઠી કે પગની આંટી મારીને બેસવું, ભારતીય પદ્ધતિ મુજબના ટોઈલેટ્સનો ઉપયોગ વગેરેથી તમારા ગોઠણના સાંધામાં અમુક ઉંમરે હાની થાય છે અને તમે જો સ્નાયુ મજબૂત થાય એવી કસરતો ન કરો તો ત્યારે આ રોગની શક્યતા રહે છે.
 • બાળપણમાં તમારા સાંધામાં થયેલી કોઈ ઈજાઓ, આગળના જીવનમાં સાંધાઓને વધુ નુકસાન પહોચાડી શકે છે  .
 • તે મુખ્યત્વે વજન સહન કરતા સાંધાઓ જેમકેઃ ગોઠણ, થાપા, ઘૂંટીમાં અસર કરે છે અને મહિલાઓમા નાના સાંધ જેમકે: હાથ અથવા કાંડા ના સાંધાઓને અસર કરે છે.


   

  2. ઈન્ફ્લેમેટરી (સોજાયુક્ત) આર્થરાઈટીસઃ

આપણું શરીર ઘણી શક્તિશાળી રોગપ્રતિકારક પ્રણાલી ધરાવે છે જે આપણને વિવિધ રોગોથી સુરક્ષિત રાખે છે પણ કેટલાક વ્યક્તિઓની આ પ્રણાલી ભૂલથી એન્ટિજન્સ અને એન્ટીબોડી વચ્ચે પ્રતિક્રિયા આપે છે, જેના પરિણામે તે કેટલાક સાંધાઓ પર હુમલો કરે છે.


 

સામાન્ય ઉદાહરણો જેવા કેઃ

 

 1. રૂમેટોઈડ

 2. સોરીયાટીક

 

 • કેટલાક જનીનસંબંધિત કે પર્યાવરણીય પરિબળો હોય છે કે જે રોગપ્રતિકારક શક્તિને અસર કરે છે જેમકે ધુમ્રપાન  કરવુ કે શરીરમા કેટલાક એવા જનીનની ઉપસ્થિતિ હોવી.
 • આ પ્રકારના આર્થરાઈટીસ સામાન્ય રીતે જીવનના વહેલા તબક્કામાં શરૂ થાય છે, તે બાળપણથી પણ થઈ શકે છે જેને જુવેનાઈલ રૂમેટોઈડ આર્થરીટીસ કહે છે, જે સાંધાઓ ઉપરાંત શરીરની અન્ય સિસ્ટમ્સને પણ અસર કરે છે.
 • રૂમેટોઈડ આર્થરાઈટીસના મામલે પુરૂષો કરતાં મહિલાઓને વધુ તેની અસર થતી હોય છે. રૂમેટોઈડ આર્થરાઈટીસ હાથ/પગના નાના સાંધા સહિત અનેક સાંધાઓને અસર કરી શકે છે અને કોણી, ખભા અને ગોઠણ જેવા શરીરમાં રહેલા અન્ય મોટા સાંધાઓને પણ અસર કરી  શકે છે.
 • રૂમેટોઈડ આર્થરાઈટીસનો રોગ સામાન્ય રીતે વહેલી સવારે સાંધાઓમાં અક્ક્ડ થ​વાના લક્ષણથી ચાલુ થાય છે જે 30 મિનિટથી વધુ સમય માટે અનુભવાય છે અને તે બેથી વધુ સાંધામાં શરૂ થયા પછી ક્રમશઃ અન્ય સાંધાઓને પણ અસર કરતો થાય છે.
 • સારવાર ન થાય તો આ આર્થરાઈટીસ ઝડપથી ફેલાય છે અને સાંધાના માળખાને નષ્ટ કરે છે જેના કારણે સાંધાને ગંભીર નુકસાન થાય છે તેમજ હાડકાં અને ટિસ્યુની આસપાસ રહેલા લિગામેન્ટ્સ અને ટેન્ડન્સને હાનિ પહોંચે છે.

 

    3. ચેપના લીધે આર્થરાઈટીસ

સામાન્ય શબ્દોમાં કહીએ તો તમારા સાંધામાં જ્યારે જીવાણુનો ચેપ લાગે અને પરૂના કારણે સાંધામાં સોજો આવે તેને ઈન્ફેક્ટીવ/ચેપી આર્થરાઈટીસ કહે છે. બાળકોમાં એ ત્યારે થાય છે જ્યારે આસપાસના હાડકાં લોહીમાં રહેલા જીવાણુઓથી ચેપગ્રસ્ત બને છે અને તે સાંધાને અસર કરે છે અથવા અકસ્માત ના લીધે સાંધાઓમા એકત્ર થઈ ગયેલા લોહીમા ચેપ શરૂ થાય છે .

પુખ્તોમાં સામાન્ય રીતે ખુલ્લા ઘાવના લીધે થાય છે જે સાંધામાં સડો પેદા કરે છે.

   4. મેટાબોલિક આર્થરાઈટીસ-ગાઉટી આર્થરાઈટીસ

જ્યારે શરીરની સામાન્ય મેટાબોલિક પ્રોસેસમાં ફેરફાર થાય અને કેટલીક બ્રેકડાઉન પ્રોડક્ટ્સ જેમકે પ્યુરાઈન્સ સાંધાના પ્રવાહીમાં યુરિક એસિડ સ્વરૂપે જમા થાય અને સાંધામાં સોજો આવે ત્યારે થાય છે. કેટલાક પ્રકારના આહાર જેમકે રેડ મીટ, કઠોળ, આથો આવેલા અથવા કેનમા રહેલો ખોરાક કે દૂધની પ્રોડક્ટ્સના કારણે ગાઉટી આર્થરાઈટીસ થઈ શકે છે.

આર્થરાઈટીસના લક્ષણો/ચિહ્નો

પીડા, સોજો, અકડાઈ જવું, લાલાશ, હલનચલન ઓછી કે બંધ થવી, શારીરિક વિકૃતિ, વિકલાંગતા, તાવ, ટેન્ડન્સ ફાટવા .

આર્થરાઈટીસમાં શું થાય છે?

  1. સામાન્ય રીતે સાંધા બે કે તેથી વધુ હાડકાંથી બનેલા હોય છે અને લિગામેન્ટ્સ દ્વારા કેપ્સુલ પ્રકારે એકબીજા સાથે જોડાયેલા હોય છે જે હલનચલન કરવામાં મદદ કરે છે. હાડકાંના સાંધાની સપાટી પર કાર્ટિલેજ નામના કઠોર જોડાણમાં મદદરૂપ ટિસ્યુનું આવરણ હોય છે.
  2. જ્યારે આર્થરાઈટીસ થાય છે, પ્રથમ તો સાંધામાં જોડાણ માટે ઉપયોગી પ્રવાહીમાં સોજો દેખાય છે જેની સાથે પીડા પણ થાય છે અને સ્પર્શ કરવાથી પીડામાં વધારો થાય છે, જેને ટેન્ડરનેસ(ખૂબ સંવેદનશીલ હોવુ)કહે છે. આ સાંધાના પ્રવાહીમાં આવતા સોજાને લીધે લાલાશ કે અકડાઈ જવાની સમસ્યા થાય છે. સારવાર ન થયે, આગામી તબક્કામાં સોજા/ચેપના કારણે કાર્ટિલેજ, કેપ્સુલ અને અન્ય માળખુ નષ્ટ થવા લાગે છે અને લાંબા સમય સુધી સારવાર ના મળેલા દર્દીઓ મા આ નુકસાન કાયમી રહી જાય છે અને સાંધાની ગોઠવણીમાં સંપૂર્ણપણે બદલાવ આવે છે. જેના લીધે સાંધા નાશ પામે છે અને દર્દીને અસહ્ય પીડાનો અનુભવ થાય છે તેમજ સાંધામાં વિકૃતિ કે વિકલાંગતા આવે છે.


આર્થરાઈટીસનું નિદાન કઈ રીતે થઈ શકે છે?

પ્રારંભિક લક્ષણો જોવા મળે અને એ લક્ષણો 15 દિવસ કે તેથી વધુ સમય સુધી રહે તો દર્દીએ ડોક્ટર પાસે તપાસ કરાવવી જોઈએ. ડોક્ટર તમને રોગના લક્ષણો અને ચિહ્નો તપાસીને માર્ગદર્શન આપશે અને તમારી સમસ્યાના ઈતિહાસ અંગે પૂછશે. આ ઉપરાંત તેઓ દર્દીને કેટલાક ટેસ્ટ જેમકે એક્સ-રે કે બ્લડ રિપોર્ટ્સ કરાવવાનું પણ કહેશે. દર્દીને અન્ય કેટલાક ટેસ્ટ અને અનેકવાર ફોલોઅપ્સ માટે પણ કહેવામાં આવે છે કે જેથી સચોટ નિદાન કરવામાં મદદ મળે.

સારવાર:

ડિજનરેટિવ /વધતી વયના કારણે આર્થરાઈટીસ

આર્થરાઈટીસનો આ સૌથી સામાન્ય અને સરળ પ્રકાર છે જે અનેક દર્દીઓમાં જોવા મળે છે જેને આર્થોરોસિસ પણ કહે છે, જેને આ પ્રમાણે અટકાવી શકાયઃ

 • વજન ચકાસીને
 • નિયમિત કસરતો કરીને   
 • જીવનશૈલીમાં ફેરફાર લાવીને  
 • ફૂડ સપ્લીમેન્ટ્સ લઈને 

અને તમને વહેલા જ લક્ષણો જોવા મળે તો ત્યારે તેને કેટલીક દવાઓ, ફિઝિયોથેરાપીથી, વજન ઘટાડીને, સ્નાયુ મજબૂત કરીને અને સહાયક ઉપકરણોના ઉપગોય પછીના તબક્કામાં કરીને થઈ શકે છે, દર્દીને I/Aઈન્જએકશન ની જરૂર પડી  શકે  છે, થેરાપીઝ, એનાલજેસિક્સ અને બેલેન્સિંગ એક્ટિવિટી આરામ સાથે કરવાનું કહેવામાં આવે છે.દર્દીને નાની સર્જરી પણ આર્થરાઈટીસને આગળ વધતો અટકાવવા માટે કરાવવી પડી શકે છે. ઘણા લાંબા સમય સુધી સારવાર ન લીધી હોય તો દર્દીને સાંધો બદલવાની જરૂર પણ પડી  શકે છે.

રૂમેટોઈડ/સોરિયાટીક આર્થરાઈટીસ (ઈન્ફ્લેમેટરી આર્થરાઈટીસ)

આ પ્રકારના આર્થરાઈટીસમાં, દર્દીએ નિયમિત રીતે ડોકટરની મુલાકાત લેવાની રહે છે, જેઓ તેમને સોજાને અંકુશમાં રાખવા માટે વિવિધ માર્ગો દર્શાવશે અને દવાઓથી રોગપ્રતિકારક શક્તિને અસર કરીને રોગને અંકુશમાં લે છે. સારવારનો હેતુ પીડાને અંકુશમાં રાખવાનો, અક્કડને ઘટાડવાનો અને વિકલાંગતાને ઘટાડવાનો છે કે જેના કારણે ખૂબ પીડા થતી હોય છે અને જીવનના વિવિધ તબક્કે વધે છે.

 

સાંધાને સાફ કરવા કે બદલવા માટે કેટલીક સર્જરીની જરૂર પડે છે.

 

ઈન્ફેક્ટીવ (સેપ્ટીક) આર્થરાઈટીસ

આ પ્રકારના રોગમાં એન્ટીબોડીની મદદથી જીવાણુના ચેપથી મુક્તિ માટે તાત્કાલિક ધ્યાન આપવું જરૂરી છે, જીવાણુના ચેપથી મુક્તિ માટે અને સાંધાને નષ્ટ થવાથી બચાવવા માટે લક્ષ આપવું જરૂરી છે.

 

મેટાબોલિક (ગાઉટ આર્થરાઈટીસ)

એકદમ અને ટૂંક સમય ગાળામા લાલાશ આવી વી, સોજો આવવો અને પીડા વી. NSAIDs સ્વેલિંગ અને દવાઓથી આસાનીથી નિયંત્રિત કરી શકાય કે જેમાં યુરિક એસિડનું સ્તર લોહીમાં ઘટાડવામા આવે છે પરંતુ   હમલાઓને અંકુશિત કરવું કઠિન છે અને તેના માટે લાંબા, સતત સારવાર, જીવનશૈલીમાં તથા આહારમાં ફેરફાર વગેરે જરૂરી છે. દર્દી ને આગળ જતા સર્જરીની જરૂર પણ પડી શકે છે.

આર્થરાઈટીસ માટે વધુ શું કરી શકાય?

 • ડિજનરેટિવ કે એજિંગ કે ઓસ્ટિયોઆર્થરાઈટીસમાં સામાન્ય રીતે બે સાંધાને અસર થાય છે અને તે ધીમે ધીમે આગળ વધે છે અને મુખ્યત્વે તેને સારવારથી અટકાવી શકાય છે.
 • રુમેટોઈડ/સોરાઈટીક આર્થરાઈટીસ અનેક સિસ્ટમ સામેલ થાય છે અને દર્દીને સિસ્ટેમિક લક્ષણો જેમકે તાવ, વજન ઘટવું, અસ્વસ્થતા અનુભવી અને ગેસ્ટ્રોઈન્ટેસ્ટીનલ તથા પલ્મોનરી સિસ્ટમ કે ત્વચા સંબંધિત લક્ષણો પણ જોવા મળે છે. આની સારવાર છે પણ તેનો સંપૂર્ણ ઈલાજ શક્ય નથી. 
 • ઈન્ફેક્ટીવ આર્થરાઈટીસ સાંધાનાને ઝડપથી નષ્ટ કરે છે માટે તાતકાલિક સારવાર જરૂરી ને છે નષ્ટ કરે છે.
 • સાંધામાં આર્થરાઈટીસ સબ ક્લિનિકલ હોય છે અને મુખ્યત્વે ક્રોનિક બની રહે છે.

 

Dr. Maulik Patwa

M.S. Ortho

Department:

Orthopedics