Follow Us on Social Media:

APOLLO LIFELINE  International: +91-840 180 1066

6 Ways To Keep Your Heart Healthy -Apollo Hospital Ahmedabad

keep your heart healthy

MY HEART, YOUR HEART

માય હાર્ટ, યોર હાર્ટ

“વર્લ્ડ હાર્ટ ડે” નો દિવસ દર વર્ષે વિશ્વભરમાં હૃદય સંબંધિત આરોગ્ય પ્રત્યે જનજાગૃતિ ફેલાવવા માટે વિવિધ પ્રવૃતિઓ અને કાર્યક્રમોનું આયોજન કરીને મનાવવામાં આવે છે.

આ અભિયાનનો ઉદ્દેશ વિશ્વભરના લોકોની મોટી સંખ્યાને પ્રોત્સાહિત કરવાની છે કે જેથી તેઓ તેમાં જોડાય અને અભિયાન સફળ બને તથા વિશ્વને હૃદયરોગથી મુક્ત કરવાના સંકલ્પને પરિપૂર્ણ કરવા તરફ આગળ વધી શકાય.

અનેક એવા માર્ગો છે કે જેના દ્વારા લોકો આવા કાર્યક્રમોમાં સામેલ થઈ શકે છે જેમકે તેઓ એ માટે ખુદ જ આયોજનો કરે, ટ્વીટર, ફેસબુક કે અન્ય સોશિયલ મીડિયા પર હેલ્ધી હાર્ટ સેલ્ફીઝ શેર કરીને કેમ્પેનને લાગુ કરી શકે છે, વર્લ્ડ હાર્ટ ફેડરેશનની વેબસાઈટ પર મુલાકાત લઈ શકે છે અને નિયમિત અપડેટ્સ અને માહિતી મેળવી શકે છે.

ડેવિડ સુઝુકી એ કહ્યુ છે કે :

‘તબીબી સાહિત્ય આપણને જણાવે છે કે સૌથી અસરકારક રસ્તો હૃદયરોગ, કેન્સર, સ્ટ્રોક, ડાયાબિટીસ, અલ્ઝાઈમર્સ અને અન્ય અનેક એવી સમસ્યાઓને અટકાવવાનો એ છે કે સ્વસ્થ ભોજન લેવામાં આવે અને કસરત કરવામાં આવે. આપણા શરિર ની રચના હ વે હલનચલન માટે વિકસીત થઈ ગઈ છે પરંતુ આપણે તેલ માથી મેળ વીએ છીએ અને સ્નાયુ માથી નઈ.’

‘હું જાણું છું કે મારા પિતાનું અવસાન હૃદયરોગના કારણે થ વાનુ હતુ અને હું તેમના માટે હૃદય બનાવવાની કોશિશ કરતો હતો.’ – રોબર્ટ જારવિક

  • માય હાર્ટ, યોર હાર્ટ એ હૃદયના આરોગ્યના સામાન્ય કારણ અંગેની પ્રતિબદ્ધતા સર્જવા માટે છે.
  • આ એક એવો વિચાર છે કે જેમાં વર્લ્ડ હાર્ટ ડેના મૂલ્યો સામેલ છે.
  • એ સરળ, સહૃદયી, લાગણીશીલ અને સમજાવી શકાય એવું છે.તે પૂરતા પ્રમાણમાં મહત્ત્વપૂર્ણ અને ન વીન છે તથા સરળ છે કે જે વિવિધ અભિયાનો માટે એક છત્ર સમાન બને છે.
  • અમારો હેતુ લોકો ના હૃદયને સ્વસ્થ રાખવા માટે તેમને શિક્ષિત, પ્રેરિત અને પ્રોત્સાહિત કરવા માટેનો છે.
  • અમે આ કેમ્પેન દ્વારા જોડાયેલા તમામ શ્રોતાઓ અને દ્ર્ષ્ટાઓ સાથે લાગણીસભર જોડાવા માગીએ છે જેથી તેઓ હૃદય સંબંધિત માહિતી સાંભળવા, જોવા અને તેનાથી માહિતગાર બની સમાજ મા પરિવર્તન લાવ વા ઉત્સાહિત રહે તથા બીજાઓને પણ જાગ્રુત કરે.

ચાલો પ્રતિજ્ઞા કરીએ કે, એક વ્યક્તિ તરીકે વધુ આરોગ્યપ્રદ રાંધીએ અને જમીએ, વધુ કસરત કરીએ અને બાળકોને શારીરિક રીતે સક્રિય રહેવા માટે પ્રોત્સાહિત કરીએ, ધુમ્રપાનને ના કહીએ અને આપણા પ્રિયજનને પણ એ બંધ કરવામાં મદદ કરો.

  • દરેક વ્ય વસાય નુ વ્યક્તિ યોગદાન આપી શકે છે.હેલ્થકેર પ્રોફેશનલ તરીકે વધુ જીવન બચાવવાનું વચન આપો. રાજનેતા તરીકે NCD એક્શન પ્લાન અમલી કરવાનું વચન આપો.
  • શક્ય એટલી ઝડપથી તમે ધુમ્રપાન છોડો. 50 ટકાથી વધુ લોકો કે જેઓ હૃદયરોગથી પીડાય છે તેઓ ધુમ્રપાન કરતા હોય છે.
  • તમારે તમારા પારિવારિક ઈતિહાસ વિશે જાણવું જોઈએ. તમારા કોઈ નજીકના સંબંધીને ૫૫ વર્ષથી પહેલા(પુરૂષ) અને ૬૫ વર્ષ થી પહેલા એમ નાની ઉમરમા થયો હોય તો તમને જોખમ રહેલુ છે.

આજે કાર્ડિયોવાસ્ક્યુલર રોગ વિશ્વનો નંબર 1 ઘાતક રોગ ગણાય છે.

પરંતુ તેનો અલગ રીતે સામનો કરી શકાશે. કેટલાક નાના પગલાં આપણા જીવનમાં ઉઠાવીને આપણે આપણા હૃદયરોગના અને સ્ટ્રોકના જોખમને ઘટાડી શકીએ છીએ તેમજ જીવનની ગુણવત્તા સુધારીને આગામી પેઢી માટે સારું ઉદાહરણ સ્થાપી શકીએ છીએ.

આ ખુદને જણાવવાનું છે, તમે જે લોકોની કાળજી લો છો તેમના માટે અને વિશ્વભરના લોકો માટે જણાવવાનું છે, ‘મારા…. અને તમારા હૃદયની કાળજી રાખવા માટે હું શું યોગ્ય કરી શકું?’

શા માટે વર્લ્ડ હાર્ટ ડે મનાવવામાં આવે છે?

વર્લ્ડ હાર્ટ ડેની ઉજવણી વિશ્વભરમાં કાર્ડિયોવાસ્ક્યુલર રોગોના કારણે મોટી સંખ્યામાં થતા મોત ઘટાડવા માટે થાય છે. આ એક આંતરરાષ્ટ્રીય અભિયાન છે જેનાથી સામાન્ય લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવે છે કે જેથી તેઓ તેનાથી બચી શકે અને સ્વસ્થ હૃદય સાથે જીવી શકે. WHOના અનુસાર, કાર્ડિયોવાસ્ક્યુલર રોગો તમામ વૈશ્વિક મોતમાં 30 ટકા મોતનું કારણ બને છે. હાર્ટ ડિસિસ અને સ્ટ્રોક માટેના કેટલાક સૌથી ભયજનક જોખમી પરિબળો:

  • હાઈ બ્લડ પ્રેશર,
  • ઊંચા પ્રમાણમાં ખરાબ કોલેસ્ટ્રોલ
  • વધુ ગ્લુકોઝ લેવલ
  • ધુમ્રપાનની આદત
  • અપર્યાપત ખોરાક, ફળ અને શાકભાજી
  • વધુ વજન અને સ્થુળતા

વર્લ્ડ હાર્ટ ડે એ વર્લ્ડ હાર્ટ ફેડરેશન દ્વારા સ્થાપિત એવો અસરકારક માર્ગ છે કે જેનાથી વિશ્વભરમા હૃદયની બીમારીઓથી થતા મોત અંગે લોકોને જાગૃત કરી શકાય. વર્લ્ડ હાર્ટ ફેડરેશન તે WHO સાથે મળીને હૃદય રોગ અંગેના મહત્ત્વના સમાચારોનો ફેલાવો કરે છે અને તેના મુખ્ય જોખમી પરિબળો વિશે વિશ્વભરના લોકો સુધી માહિતી પહોંચાડે છે.

તે લોકોને સામેલ થવા અને જાણકારી મેળવવા, યોગ્ય હાર્ટ ચેક અપ્સ માટે જવા અને જીવન દરમિયાન તમામ અન્ય અંકુશાત્મક પગલા લેવા માટે પ્રેરિત કરે છે. આ એકદમ સંપૂર્ણ દિવસ છે જ્યારે અનેક લોકો ખુદને ધુમ્રપાન છોડવાનું, રોજ શારીરિક પ્રવૃતિઓમાં સામેલ થવાનું, આરોગ્યપ્રદ ખોરાક લેવાનું વગેરે માટે વચન આપે છે જેથી તેમનું હૃદય સારી રીતે કામ કરતું રહે.

આ એક એવો દિવસ છે જેમાં લોકોને વધુ પડતુ ખાવાની આદત, બિનઆરોગ્યપ્રદ ખોરાક, કસરતનો અભાવ, ખરાબ જીવનશૈલી વગેરેથી હૃદયની બીમારીઓ થાય છે તેની જાણ થાય છે. તે લોકોમાં કેટલીક આશા જગાવે છે કે હૃદયની સમસ્યાઓને રોકી શકાય અને આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવીને સમગ્ર જીવન દરમિયાન તેને અંકુશમાં રાખી શકાય.

વર્લ્ડ હાર્ટ ડેનો મુખ્ય હેતુ એ છે કે લોકોને જીવનશૈલીમાં ફેરફાર કરીને,હૃદય સ્વસ્થ કેમ રાખવું તથા હૃદય ની તંદુરસ્તિ કઈ રીતે જાળ વ વી તેની જાણકારી લેવા માટે પ્રોત્સાહિત કરીને ગ્લોબલ હાર્ટ હેલ્થ મા સુધારો કરી શકાય. WHOનું લક્ષ્ય છે કે વર્ષ 2025 સુધીમાં કાર્ડિયોવાસ્ક્યુલર બિન -ચેપી રોગોના કારણે થતા અકાળે મોતની ઘટનાઓ ઘટાડીને આ નોન-કમ્યુનિકેબલ રોગના કારણે થતા મૃત્યુની સંખ્યા ઘટાડી શકાય.

ચાલો તો એક સરળ વચન લઈએ… મારા હૃદય, તમારા હૃદય, આપણા સૌના હૃદય માટે.

Dr. Jayesh Prajapati

MBBS MD(Medicine) DM (Cardiology)
Department: Cardiology

Call Us Now08069991037 Book ProHealth Book Appointment

Request A Call Back

Close