Follow Us on Social Media:

APOLLO LIFELINE  International: +91-840 180 1066

ફ્લુની રસીઓ શું છે?

Flu vaccine in Ahmedabad

ફ્લુની રસીઓ કે ઈન્ફ્લુએન્ઝા રસીઓ એવી રસીઓ છે જે તમને ઈન્ફ્લુએન્ઝા વાયરસીસના ચેપ સામે સુરક્ષિત રાખે છે. રસીના નવા વર્ઝન્સ દર વર્ષે વિકસિત કરવામાં આવે છે કેમકે ફ્લુ વાયરસ ખૂબ ઝડપથી સ્વરૂપ બદલે છે.

સીડીસી (સેન્ટર્સ ફોર ડિસીસ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન)એ ભલામણ કરી છે કે દરેક છ મહિનાની કે તેથી વધુ વયના બાળકો (કેટલાક અપવાદ સિવાય)ને દર વર્ષે ફ્લુની રસી આપવી જોઈએ. રસીકરણ એ ફ્લુના ચેપથી દૂર રહેવા માટેનો તથા અન્યોમાં તેને ફેલાતો રોકવા માટેનો સૌથી ઉત્તમ માર્ગ છે.

હાલની કોવિડ-19 મહામારીના સમયમાં, ફ્લુ જેવી શ્વસન સંબંધિત બીમારીઓનો ફેલાવો ઘટાડવા પગલા લેવાય એ અગાઉ કરતાં પણ વધુ મહત્વપૂર્ણ છે.

કઈ રીતે ફ્લુની રસી કામ કરે છે?

કેટલી સારી રીતે ફ્લુની રસી કામ કરે છે (અથવા તો ફ્લુની બીમારીને રોકવાની તેની ક્ષમતા)તે દરેક સિઝન અનુસાર નિર્ભર કરે છે. રસીની અસરકારકતા પણ કોણ રસી લે છે તેના પર અલગ અલગ હોય છે. ફ્લુની બીમારીથી વ્યક્તિને સુરક્ષિત રાખવામાં ફ્લુની રસીની ભૂમિકામાં ઓછામાં ઓછા બે પરિબળો નોંધપાત્ર ભાગ ભજવે છેઃ

  • જે વ્યક્તિને રસી આપવાની છે તેનામાં જોવા મળતા લક્ષણો (જેમકે તેમની વય અને સ્વાસ્થ્ય),
  • ફ્લુ વાયરસીસ વચ્ચે ‘મેચ’ અથવા સમાનતા. ફ્લુની રસી કોમ્યુનિટીમાં ફ્લુ વાયરસીસના ફેલાવા સામે સુરક્ષા આપવા માટે તૈયાર કરાઈ છે. વર્ષો દરમિયાન જ્યારે પણ ફ્લુની રસી, ફેલાયેલા ઈન્ફ્લુએન્ઝા વાયરસીસ સાથે યોગ્ય રીતે મેચ ન થાય ત્યારે શક્ય છે કે ફ્લુની રસીનો આંશિક લાભ મળે અથવા તો લાભ મળે જ નહીં એવું જોવા મળે છે.

ફ્લુની રસીના શું લાભ છે?

ફ્લુને અટકાવવો

સીડીસી અનુસાર, ફ્લુની રસી લેવી એ ફ્લુના કારણે બીમાર પડવાથી ખુદને દૂર રાખવાનો સૌથી અસરકારક માર્ગ છે.

બીમાર હોવાની ઓછી લાગણી

રસીકરણ પછી પણ ફ્લુ થવાની શક્યતા રહેલી છે પરંતુ જો તમે બીમાર થાઓ છો તો તમને તેના લક્ષણો તમે રસી લીધી હશે તો ખૂબ જ હળવા જોવા મળશે.

સમુદાયમાં સુરક્ષા

જ્યારે તમે રસીકરણ દ્વારા ફ્લુ સામે ખુદને સુરક્ષિત કરો છો, ત્યારે તમે જે લોકોએ રસી લીધી નથી તેમને પણ ફ્લુ થવાથી સુરક્ષિત રાખો છો. આમાં એવા લોકો સામેલ છે જેઓ રસી મૂકાવવા માટે ઘણા નાના છે.

અમુક લોકોમાં હોસ્પિટલાઈઝેશનનું કે કોમ્પ્લિકેશન્સ થવાનું ઓછું જોખમ

ફ્લુ રસીકરણમાં જોવા મળ્યું છે કે તેનાથી ફ્લુ સંબંધિત કોમ્પ્લિકેશન્સ કે હોસ્પિટલાઈઝેશનનું જોખમ કેટલાક ચોક્કસ સમૂહોમાં ઘટે છે જેમાં સામેલ છેઃ

  • ગર્ભવતી મહિલાઓ અને તેમના શિશુઓ
  • વૃદ્ધજનો
  • બાળકો
  • ક્રોનિક સ્થિતિઓ જેમકે ડાયાબિટીસ, કાર્ડિયોવાસ્ક્યુલર રોગો અને ક્રોનિક લંગ ડિસિસ ધરાવતા લોકો.

ગર્ભાવસ્થા દરમિયાન અને તેના પછી મહિલાઓની સુરક્ષામાં મદદરૂપ.

ફ્લુ માટે રસીકરણ ગર્ભવતી મહિલાઓમાં ફ્લુ સંબંધિત એક્યુટ રેસ્પિરેટરી ચેપનું જોખમ લગભગ દોઢ ગણું ઘટાડી દે છે. 2018માં આયોજિત અભ્યાસ કે જેમાં 2010થી 2016ની ફ્લુની સિઝનને સામેલ કરાઈ હતી તેમાં જાણવા મળ્યું હતું કે ફ્લુ માટે રસીકરણથી ગર્ભવતી મહિલાઓમાં હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ સરેરાશ 40 ટકા જેટલું ઓછું થયું હતું.

સેંકડો અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે ગર્ભવતી મહિલાઓને સુરક્ષિત રાખવામાં મદદરૂપ થવા ઉપરાંત ફ્લુ શોટ જો ગર્ભાવસ્થામાં અપાય તો તેનાથી જન્મના થોડા મહિનાઓ પછી પણ ફ્લુથી શિશુને સુરક્ષિત રાખવામાં મદદ મળે છે, જ્યારે વાસ્તવમાં તે એ સમયે તેની વય ફ્લુની રસી લેવા માટે યોગ્ય પણ હોતી નથી.

જો ફ્લુની રસી ન લેવામાં આવે તો રોગની અસર કેવી હોઈ શકે?

જો તમે ફ્લુની રસી લેતા નથી તો તમને તેનો ચેપ લાગે તો ન્યુમોનિયા જેવા ગંભીર કોમ્પ્લિકેશન્સ થઈ શકે છે. રસીકરણથી રોગની અસર ઘટાડવામાં મદદ મળે છે. વધુમાં જો તમને ફ્લુ થતો નથી, તો તમે તેનો ફેલાવો પણ નહીં કરો. તેથી ખુદ રસી લેવાથી તમે અન્ય લોકોને કે જેમાં એવા પણ લોકો સામેલ હોય કે જેઓ ફ્લુના કોમ્પ્લિકેશન્સથી ગંભીર રીતે બીમાર પડી શકે છે અથવા મૃત્યુ પામી શકે છે તેમને પણ ફ્લુથી બીમાર થવાથી દૂર રાખી શકો છો.

ફ્લુની રસી કોણ લઈ શકે અને કોણ ન લઈ શકે?

વિવિધ વયજૂથના લોકો માટે વિવિધ ફ્લુ રસીઓને મંજૂરી મળી છે. આમ છતાં, કેટલીક રસીઓ ચોક્કસ સમૂહો માટે સલાહભરી નથી. વ્યક્તિ માટે રસીકરણ યોગ્ય છે કે નહીં તે નક્કી કરવા માટે વય, હાલની અને અગાઉની સ્વાસ્થ્ય સ્થિતિ તથા ફ્લુ શોટથી કે તેના કમ્પોનન્ટ્સથી થતી કોઈ એલર્જી જેવા પરિબળો સામેલ હોય છે.

જે લોકો ફ્લુ શોટ લઈ શકે છે તેમાં સામેલ છેઃ

  • વિવિધ વયના વિવિધ લોકો માટે વિવિધ ફ્લુ શોટ મંજૂર થયા છે. દરેકે એવી ફ્લુ રસી લેવાની હોય છે કે જે તેમની વય મુજબ યોગ્ય હોય.
  • કેટલીક ક્રોનિક આરોગ્ય સ્થિતિઓ સહિતની ગર્ભવતી મહિલાઓ ફ્લુ રસી લઈ શકે છે.
  • ઈંડાની એલર્જી હોય એવા મોટાભાગના લોકો પણ ફ્લુ શોટ લઈ શકે છે.

એવા લોકો કે જેઓ ફ્લુ શોટ ન લઈ શકે તેમાં સામેલ છેઃ

  • છ મહિનાથી નીચેની વયના બાળકો ફ્લુ રસી લેવા માટે ખૂબ નાના છે.
  • રસીમાં સામેલ કોઈ તત્વથી ગંભીર, જીવલેણ એલર્જી ધરાવતા લોકો.

કઈ રીતે ફ્લુ રસી મદદરૂપ થઈ શકે?

ફ્લુની રસી ઈમ્યુનાઈઝેશન પછી 1થી 2 સપ્તાહમાં આપણા શરીરમાં એન્ટીબોડીઝ પેદા કરે છે. આ એન્ટીબોડીઝ ઈન્ફ્લુએન્ઝા વાયરસીસના સ્ટ્રેન્સથી ચેપ લાગવા સામે સુરક્ષા આપે છે કે જેનો ઉપયોગ રસી વિકસાવવા માટે થયો હોય છે.

કઈ રીતે ફ્લુની રસી અપાય છે?

  • નાકમાં સ્પ્રેઃ નેસલ સ્પ્રેમાં જીવિત વાયરસીસ હોય છે કે જે નબળા હોય છે અને તેથી હાનિકારક હોતા નથી. નાકમાં સ્પ્રેથી થતા રસીકરણને માત્ર 2થી 49 વર્ષના લોકો માટે જ મંજૂરી અપાઈ છે.
  • ઈન્જેક્શનઃ ઈન્જેક્શનમાં નિષ્ક્રિય એવા જૂજ સંખ્યામાં અને એટલે બીનહાનિકારક ફ્લુ વાયરસીસ હોય છે.

રસીકરણ પહેલા અને પછી રાખવાની સાવધાની

રસીકરણ અગાઉ, તમારો અગાઉનો રસી મૂકાવ્યાનો રેકોર્ડ ચકાસો કે જેથી તમારા ડોક્ટર જાણી શકે કે તમારે શોટ લેવાની અત્યારે જરૂર છે કે કેમ. તમારા ડોક્ટર સાથે રસી મૂકાવતા પહેલા વાત કરો. કેટલાક લોકોએ રાહ જોવાની જરૂર હોય છે અથવા તેઓ ફ્લુ શોટ લઈ શકે તેમ હોતા નથી. તમારા ડોક્ટરને જાણ કરો જો તમને નીચેનામાંથી કંઈ હોય :

  • બીમાર છો
  • કોઈ એલર્જી હોય.
  • ગર્ભવતી હોય કે ગર્ભ ધારણ કરવાનું આયોજન હોય.
  • ભૂતકાળમાં રસીથી ગંભીર આડઅસર થઈ હોય.

રસી મૂકાવતી વખતે શાંત રહો. જો તમે શોટ લેતી વખતે નર્વસ થાઓ છો તો હળવાશ અનુભવવા માટે નીચેની સલાહોને અનુસરોઃ

  • સિરિન્જ તરફ જોવાનું ટાળો.
  • ઊંડા શ્વાસ લો.
  • તમારા સ્નાયુને રિલેક્સ કરો

રસીકરણ પછીઃ અનેક લોકોને રસીની કોઈ ગંભીર આડઅસર થતી હોતી નથી છતાં સૌથી સામાન્ય અને હળવી આડઅસરો થાય છે જેમાં સામેલ છેઃ

  • ઠંડી લાગવી
  • હળવો તાવ
  • થાક (થાક્યા હોવાનો અનુભવ)
  • માથુ દુઃખવું
  • જ્યાં ઈન્જેક્શન અપાયું હોય ત્યાં સોજો, પીડા કે લાલાશ
  • સ્નાયુ અને સાંધામાં દુઃખાવો

જો તમને હળવી આડઅસરો હોય તો તેમાં રાહત મેળવવામાં મદદ થાય એવા કદમ:

  • પુષ્કળ પ્રવાહી પીઓ
  • જ્યાં પણ તમને દુઃખાવો હોય ત્યાં ઠંડો, ભીનો કપડાનો ટુકડો મૂકો.
  • જો તમારા હાથમાં ઈન્જેક્શન લીધા પછી દુઃખાવો છે તો તમારા હાથને આસપાસ હલાવવાની કોશિશ કરો. આનાથી તમને પીડામાં તેમજ સોજો ઘટાડવામાં રાહત મળશે.
  • તમે નોન-એસ્પિરિન પેઈન રિલિવર તમારા ડોક્ટરની સલાહ બાદ લઈ શકો છો.

આમ તો તમને કોઈ ગંભીર આડઅસરનો અનુભવ થશે નહીં પરંતુ જો તમને કોઈ લક્ષણો જોવા મળે કે જે રસી મૂકાવ્યા પછી તમને ચિંતાજનક લાગે તો તરત તમારા ડોક્ટરને ફોન કરો.

કેટલો સમય સુધી ફ્લુની રસી અસરકારક રહે છે?

તમારા શરીરની ઈમ્યુનિટી ફ્લુ સામે સમય જતા ઘટે છે પછી ભલે તમે ફ્લુ શોટ લીધો હોય કે ફ્લુનો ચેપ તમને લાગ્યો હોય. ફ્લુ વાયરસીસ સતત બદલાતા હોવાથી અગાઉની ફ્લુ સિઝનમાં લીધેલી રસી આગામી ફ્લુ સિઝનમાં તેનાથી સુરક્ષિત ન પણ રાખી શકે.

સામાન્ય રીતે, ફ્લુ માટે રસીકરણ અંદાજે 6 મહિના માટે સુરક્ષા આપે છે. આ કારણથી, વ્યક્તિએ દર વર્ષે ફ્લુ શોટ લેવો જોઈએ.

શું મારે વધુ એક ફ્લુ શોટ લેવાની જરૂર પડે, જો હા તો ક્યારે?

સીડીસી દ્વારા હાલની માર્ગદર્શિકામાં છ મહિનાથી વધુ વયની દરેક વ્યક્તિએ દર વર્ષે ફ્લુ સામે રસી મૂકાવવા ભલામણ કરાઈ છે જેમાં ગર્ભવતી મહિલાઓ પણ સામેલ છે. તમારા ડોક્ટર સાથે વાત કરીને ચકાસો કે તમારે હાલમાં ફ્લુ શોટ લેવાની જરૂર છે કે કેમ.

ફ્લુની રસીની કઈ આડઅસરો હોય છે?

એવી કેટલીક માઈલ્ડ અને હંગામી આડઅસરો હોય છે જે ફ્લુ શોટ સાથે કે નેસલ સ્પ્રેથી થતા ફ્લુ માટેના રસીકરણ સાથે જોડાયેલ હોય છે. આ આડઅસરો ફ્લુના કેસમાં લક્ષણો હોય તેના કરતાં ઘણી હળવી હોય છે.

ફ્લુ શોટ:

ફ્લુ શોટના લીધે કેટલીક સામાન્ય આડઅસરો થઈ શકે છે જેમાં સામેલ છેઃ

  • તાવ
  • માથુ દુઃખવુ (સામાન્ય પ્રમાણમાં)
  • થાક
  • શોટ અપાયો હોય ત્યાં સોજો, દુઃખાવો અને/અથવા લાલાશ
  • સ્નાયુમાં પીડા
  • ઉબકા

નેસલ સ્પ્રે

નેસલ સ્પ્રે રસીમાં રહેલા વાયરસીસ નબળા હોય છે અને તેનાથી કોઈ ગંભીર લક્ષણો સર્જાતા નથી. બાળકોમાં નેસલ સ્પ્રેના કારણે થઈ શકતી આડઅસરોમાં સામેલ હોય છેઃ

  • માથુ દુઃખવું
  • નાક વહેવું
  • ઉલટી
  • ગળામાં તકલીફ
  • સ્નાયુમાં દુઃખાવો
  • તાવ સામાન્ય પ્રમાણમાં

પુખ્તોમાં નેસલ સ્પ્રેના કારણે થઈ શકતી આડઅસરોમાં સામેલ હોઈ શકે છેઃ

  • કફ
  • વહેતુ નાક
  • ગળામાં દુઃખાવો
  • માથું દુખવું

કોઈ આડઅસરના કિસ્સામાં મારે શું કરવું જોઈએ?

હળવી આડઅસરો જેમકે ઈન્જેક્શન લગાવાયું હોય એ સ્થાન પર દુઃખાવો થાય અને અન્ય હળવી આડઅસરો કે જે ઉપર દર્શાવી છે તે થઈ શકે છે જે સામાન્ય રીતે કોઈ સારવાર વિના જ આપોઆપ મટી જાય છે. કોઈ ગંભીર આડઅસરોના કિસ્સામાં તમારે તમારા ડોક્ટર કે હેલ્થકેર પ્રોવાઈડરનો તાત્કાલિક સંપર્ક કરવો જોઈએ.

મહામારી વખતે ફ્લુ રસી લેવી સુરક્ષિત છે?

હા, કોવિડ-19 મહામારીના સમયમાં ફ્લુ રસી લેવી એ એકદમ સુરક્ષિત છે. ફ્લુ અને કોવિડ-19 બંનેના ચેપ સંપૂર્ણપણે અલગ છે. જો કે, જ્યારે ફ્લુ શોટ લેવા જાઓ ત્યારે માસ્ક પહેરવું, શારીરિક અંતર સુનિશ્ચિત રાખવું વગેરે જેવા પ્રિવેન્ટિવ કદમો સલાહભર્યા છે.

આ રસી સાથે સંબંધિત માન્યતાઓ

MYTH

FACT

રસીના કારણે તમને ફ્લુ થઈ શકે છે

ફ્લુની રસી નિષ્ક્રિય વાયરસ દ્વારા વિકસિત થાય છે જેનાથી સંક્રમણ ફેલાતું નથી. આથી, જેઓ ફ્લુ શોટ લઈને બીમાર પડે છે તે કોઈપણ રીતે બીમાર પડી જ શકતા હોય છે. રસી દ્વારા સુરક્ષા મેળવવામાં ઓછામાં ઓછા એક કે બે સપ્તાહનો સમય લાગે છે. જો કે લોકો એવું માને છે કે ફ્લુ શોટ લીધા પછી પણ તેઓ બીમાર પડી ગયા અને બીમાર પડવાનું કારણ રસી છે.

સ્વસ્થ લોકોને રસીની જરૂર નથી.

જ્યારે ક્રોનિક બીમારી ધરાવતા લોકો માટે ફ્લુ વેકસીંગ લેવી મહત્વની છે તે સાથે સ્વસ્થ લોકોને પણ રસીકરણથી લાભ થઈ શકે છે. સીડીસીની હાલની માર્ગદર્શિકામાં ભલામણ છે કે ગર્ભવતી મહિલાઓ સહિત 6 મહિનાથી વધુ વયના દરેક લોકોએ ફ્લુ સામે વર્ષે રસી મૂકાવવી જોઈએ.

જો તમને સારું હોય તો તમે ફ્લુનો ફેલાવો કરતા નથી વાસ્તવમાં, ફ્લુ વાયરસ ધરાવતા 20થી 30 ટકા લોકોને કોઈ લક્ષણો જણાતા નથી.
દર વર્ષે તમારે ફ્લુ શોટ લેવાની જરૂર નથી ફ્લુ વાયરસ દર વર્ષે બદલાય છે. તેથી ફ્લુની રસી દર વર્ષે લેવી અગત્યની છે કે જેથી ફેલાવો કરી શકતા સ્ટ્રેન્સ સામેની તમારામાં ઈમ્યુનિટી સુનિશ્ચિત થઈ શકે.
ઠંડી ઋતુમાં ભીના વાળ સાથે બહાર જવાથી, ગરમ કપડા વિના કે ખુલ્લી બારી પાસે બેસવાથી ફ્લુનો ચેપ તમને લાગી શકે છે.

ફ્લુનો ચેપ લાગવાનો એકમાત્ર માર્ગ એ છે કે જો તમે ફ્લુ વાયરસના સંપર્કમાં આવો છો. એ યોગાનુયોગ છે કે ફ્લુ સિઝન ઠંડીની મોસમ સાથે આવે છે. તેથી લોકો ઘણીવાર ફ્લુને ઠંડી કે બર્ફિલા પર્યાવરણ સાથે જોડે છે. પરંતુ ઠંડીની મોસમ અને ફ્લુને કોઈ સંબંધ નથી.

ચિકન સૂપ ફ્લુમાંથી જલદી સાજા થવામાં મદદ કરી શકે

ગરમ પ્રવાહી માત્ર ગળામાંની પીડામાં રાહત આપી શકે અને વધુ પ્રવાહી પ્રદાન કરી શકે છે. પરંતુ ચિકન સૂપમાં એવી કોઈ ચોક્કસ ક્વોલિટીઝ હોતી નથી કે જેનાથી ફ્લુ સામે લડવામાં મદદ મળે.

જો તમને ફ્લુની સાથે ખૂબ તાવ છે જે એક કે બે દિવસથી વધુ સમયથી આવે છે ત્યારે એન્ટિબાયોટીક જરૂરી છે.

એન્ટિબાયોટિક્સ બેક્ટેરિયા સામે સારી રીતે કામ કરે છે પણ તે ફ્લુ જેવા વાયરલ ઈન્ફેક્શન્સ માટે અસરકારક નથી. જો કે કેટલાક લોકો કે જેમને ફ્લુ છે તેમનામાં બેક્ટેરિયલ ઈન્ફેક્શન રોગના કોમ્પ્લિકેશન તરીકે વિકસી શકે છે.

 

આ રસી અંગે કેટલીક રસપ્રદ હકીકતો

  • ઈન્ફ્લુએન્ઝા (ફ્લુ) શબ્દ ‘ઈન્ફ્લુઅન્સ’ માટેનો ઈટાલિયન શબ્દ છે
  • ‘આધુનિક દવાઓના પિતામહ’ ગણાતા હિપોક્રેટ્સ પ્રથમ વ્યક્તિ હતા કે જેમણે ફ્લુના લક્ષણોને સ્પષ્ટ અને સચોટ રીતે વર્ણવ્યા હતા.
  • ચાર મોટી ફ્લુ મહામારી, એશિયન ફ્લુ, સ્પેનિશ ફ્લુ, હોંગકોંગ ફ્લુ અને હાલની જ સ્વાઈન ફ્લુ મહામારી કે જે છેલ્લી સદીમાં જોવા મળી
  • ફ્લુ વાયરસ સપાટીઓ પર 2 થી 8 કલાક સુધી જીવિત રહી શકે.
  • ત્રણ અલગ અલગ ફ્લુ વાયરસીસ છે – ઈન્ફ્લુએન્ઝા એ, બી અને સી. આ ત્રણમાં સૌથી ગંભીર ઈન્ફ્લુએન્ઝા એ છે જેનાથી પક્ષીઓ અને માનવોમાં રોગચાળો ફેલાય છે, જ્યારે ઈન્ફ્લુએન્ઝા બી, ખાસ કરીને મનુષ્યોમાં જોવા મળે છે, ખૂબ ધીમી ગતિએ બદલાય છે અને ઈન્ફ્લુએન્ઝા સી, અન્ય બે કરતાં ઓછો સામાન્ય છે જે મનુષ્યો, ભૂંડ અને કૂતરાઓમાં જોવા મળે છે.
  • સ્પેનિશ ફ્લુ મહામારી 1918માં ફેલાઈ ત્યારે ડોક્ટરો વિચિત્ર ઈલાજો સૂચવતા જેમકે:
  • વ્હીસ્કીના શોટ્સ.
  • આલ્કોહોલ જરાપણ નહીં.
  • ડુંગળી ખાઓ અને ડુંગળીમાં નહાવું.
  • ફેફસાંના વિસ્તારમાંથી લોહી અને પરૂ કાઢવા માટે છાતીનો ભાગ ખોલવો.
Call Us Now08069991037 Book ProHealth Book Appointment

Request A Call Back

Close