Apollo Lifeline

International : +91-7698815038

યોગ અને કમર નો દુખાવો  – ધારણા અને તથ્ય

Yoga and Back Pain

યોગ એ મન અને શરીર માટે શ્રેષ્ઠ કસરત છે કારણકે તે કોઈ પણ ઉંમર ની વ્યક્તિ કરી શકે છે.

 

હું વર્ષોથી યોગા કરું છું તો પછી મને કેવી રીતે કમરનો દુખાવો થયો?”  ભારતમાં રહીને ઓર્થોપેડીક ડોક્ટર માટે આ સાંભળવું અસામાન્ય નથી. છેલ્લા લગભગ 2 દાયકાથી, યોગાએ દરેક ભારતીય પરિવારમાં પોતાનું એક અલગ સ્થાન વિકસિત કર્યું છે.

 

ડો.  સૌમિલ માંડલિયા ના કહેવા પ્રમાણે,

યોગ અથવા કોઈ પણ પ્રકારની કસરત કર્યા પછી જો તમને કમર નો દુખાવો થતો હોય તો

તે માટેના કેટલાક સામાન્ય કારણો આ મુજબ છે:

 

  • યોગ જ નહિ, કોઈ પણ કસરત તમારા સ્નાયુઓમાં ખુબ જ નાની ઈજા (microtear) પેદા કરી શકે છે જે લાંબા ગાળામાં દુખાવા તરફ દોરી જાય છે,  જે ક્ષમતા કરતા વધારે કસરત અને ઓવરસ્ટ્રેચિંગ ના લીધે થાય છે.
  • હળવી અને અસરકારક કસરત ઇચ્છતા લોકો માટે યોગની સલાહ આપવામાં આવે છે. જે લોકોમાં થોડી ઘણી કમર ની પીડા પહેલા થી જ હોય છે , તેમના મા યોગ માં થતા
    સ્ટ્રેચિંગ ના લીધે પીડા માં વધારો થઈ શકે છે.
  • કેટલાક યોગાસન કે જેમાં કમરના ભાગથી અતિશય આગળ વળવાની જરૂર પડે છે, તે કમરમાં ગાદી પર દબાણ આપીને પીડા ઉત્પન્ન કરી શકે છે.

 

Yoga and Back Pain

યોગ સાથે સંબંધિત ઇજાઓ કેવી રીતે રોકી શકાય?

 

➡️ વોર્મ-અપ –

યોગ કસરત શરૂ કરતા પહેલા કરવામાં આવતું હળવું સ્ટ્રેચિંગ અથવા હળવી કસરત વોર્મઅપ શરીરને કસરત માટે તૈયાર કરે છે. તે કોઈપણ શારીરિક પ્રવૃત્તિનો મહત્વપૂર્ણ ભાગ છે, અને યોગ પણ તેમાંથી બાકાત નથી. વોર્મ-અપ સ્નાયુઓની ઈજા થવાનું જોખમ ઓછું કરે છે અને પછીથી આવતા જટિલ યોગાસન માટે શરીરને તૈયાર કરવામાં પણ મદદ કરે છે

 

➡️ યાદ રાખો, સ્નાયુઓ સાથે તમારા મગજ ને પણ વોર્મ-અપ ની જરૂર છે અને તે માટે, યોગ ની શરૂઆત કરતા પહેલા પ્રાણાયામ કરો.

 

➡️ ઓવરસ્ટ્રેચિંગ: યોગ માં દુખાવો થવાનું  મહત્વપૂર્ણ કારણ

યોગ સાથે સંબંધિત મોટા ભાગની ઇજાઓ લાંબા સમયથી થતા વધારે પડતા ખેંચાણ અને ખોટી રીતે કરવામાં આવતા આસનને કારણ થાય છે.જટિલ આસનોમાં ભાગ લેવાની ઇચ્છા થવી સ્વાભાવિક છે, પરંતુ તમારા શરીરને ટ્રેનિંગ પહેલા જ આગળ વધારવું એ અકાળ જ ઈજા તરફ દોરી જાય છે.વિશ્વાસ રાખો, પહેલા જ દિવસે યોગ ના વસ્ત્રો ધારણ કરી ને તમે આદર્શ યોગ કરો તેવી અપેક્ષા કોઈ રાખશે નહિ.

 

➡️ ચર્ચા કરીને  ફેરફાર કરવો–

તમારા યોગ પ્રશિક્ષક સાથે દરેક વસ્તુની ચર્ચા કરો અને જો તમને પહેલેથી પીઠ ના દુખાવા અથવા સ્લિપ ડિસ્ક જેવી કોઈ સમસ્યાઓ હોય તો તે શેર કરો, જેથી પ્રશિક્ષક ને કસરત મા ફેરફાર કરવા ની જરૂર લાગે તો કરી શકાય. કોઈ ચોક્કસ આસન તમારા થી સંપૂર્ણપણે સારી રીતે ના થાય તો તેમાં કોઈ જ શરમ નથી. જો તમારા શરીર ના કોઈ ભાગ વધારે જકડાઈ ગયા હોય, તો તે પરિસ્થિતિમાં આસન માં તે ભાગ પર જોર ના પડે તેવો ફેરફાર કરી ને આસન કરવું જરૂરી બને છે. શરીરની ક્ષમતાના સંદર્ભમાં આસન માં ફેરફાર કરવો એ ક્યારેય ખરાબ વિચાર નથી.

 

➡️ શવાસન:

શવાસન મગજને શાંત કરે છે અને તાણ, અસ્વસ્થતા તથા થાક ઘટાડે છે. શવાસનથી આખા શરીરને આરામ મળે છે. ફક્ત 2 થી 3 મિનિટ પણ અસર કરી શકે છે.

 

સારાંશ

યોગ જ્યારે યોગ્ય માર્ગદર્શન હેઠળ કરવામાં આવે છે ત્યારે શરીરને સ્વસ્થ રાખવા માટે યોગા કરતાં વધુ સારી કસરત બીજી કોઈ નથી. દરેક વ્યક્તિ ની ક્ષમતા અલગ અલગ હોય છે. તેથી તમારી પોતાની શરીરની મર્યાદાઓ જાણવી અને તે મુજબ યોગા અભ્યાસ કરવો એ ખૂબ મહત્વનું છે.

 

“યોગ એ જીવનનો ઍક રાહ છે” “યોગ હમેશાં માટે છે”

 

Dr Saumil Mandaliya
Consultant Orthopedic Spine Surgeon
Apollo Hospitals International Ltd
Ph: +91 79 66701880 /+91  7698815003